Sunday, November 5, 2017

શમણાં


સૂરજ થવાને શમણે
ક્ષિતિજને શરણે
હું તો દોડુ
જેમ દોડુ તેમ અંતર વધતુ
વધતો ધબકાર હૈયે.
આકાશને આંબવા
પંખીની પાંખે
હું તો ઉડુ
જેમ ઉડુ તેમ અવકાશ વધતો
વધતો અરવ હૈયે.